Pages

Thursday, August 25, 2011

ગરીબ અને જરૂરીયાતવાળા બાળકો ને વિધાધનની સાથે સાથે આર્થિક મદદ કરતા શિક્ષકની વાત


એક શિક્ષક તરીકે વિધાર્થીઓને શિક્ષણ આપવું એ તો એક ફરજનો ભાગ છે. પરંતુ વિસાવદર તાલુકાના માંડાવડ ગામની  પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી એ વિધાધનની સાથે ગરીબ અને જરૂરીયાતવાળા બાળકો ને   આર્થિક મદદ કરવા માટે પણ ભેખ ધારણ કર્યો છે. તેઓ શાળા સમય પહેલા અને પછી વિસાવદર શહેર તથા મિત્ર મંડળ અને પરિચિતો પાસેથી યથા યોગ્‍ય રોકડ કે વિધાર્થીઓને ઉપયોગી વસ્‍તુઓ મેળવી સમગ્ર તાલુકાની શાળાઓના અતિ જરૂરીયાતવાળા બાળકોને ભણતર માટે ખૂટતી વસ્‍તુઓ કે ફી માટે સહાય કરવામાં આવે છે.  લોકમાતા ઓઝત શિક્ષા મંડળ” ના ઔપચારીક નામે હાલ તેઓ મંડળ ચલાવે છે. તેમના આ ભગીરથ કાર્ય અંતર્ગત તેઓ એ ડીપ્‍લોમાં ના વિધાર્થી ને તેની ટયુશન ફી માટે તથા વિસાવદર ના ૧૧૯ જેટલા બાળકોને મદદરૂપ થયા છે.  તેમના આ કાર્ય માટે શહેરના સ્‍થાનિક વેપારીઓ તથા મિત્રોનો ખૂબજ સહયોગ તેમને મળે  છે.
ખરેખર આજે જયારે શિક્ષણનું ખાનગીકરણ થઇ રહયું છે તથા સરકારી શિક્ષકો ની કાર્યદક્ષતા ઉપર સવાલો કરવામાં આવી રહયા છે ત્‍યારે આ શિક્ષકની કામગીરી સરાહનીય છે.

No comments:

Post a Comment